સુરતના રાંદેર પાયકવાડમાં ગેસ સિલિન્ડરનો પ્રચંડ બ્લાસ્ટ

Featured Video Play Icon
Spread the love

સુરતના રાંદેર પાયકવાડમાં ગેસ સિલિન્ડરનો પ્રચંડ બ્લાસ્ટ
નવા ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટથી મકાનને ભારે નુકસાન,
વિસ્તારમાં અફરાતફરી મચી

રાંદેરના પાયકવાડ વિસ્તારમાં ભારત ગેસનો નવો સિલિન્ડર લગાવ્યાની થોડી જ મિનિટોમાં પ્રચંડ વિસ્ફોટ થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે મકાનને ભારે નુકસાન પહોંચ્યું હતું.

સુરતના રાંદેર સ્થિત પાયકવાડ વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે. ઘરમાં ભારત ગેસનો નવો સિલિન્ડર લગાવ્યાની થોડી જ ક્ષણોમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે મકાનને ભારે નુકસાન પહોંચ્યું હતું, જ્યારે ઘરમાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, વિસ્તારની સાંકડી ગલીઓના કારણે ફાયરની ગાડીઓને ઘટના સ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *