સુરતના હરિપુરામાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે મહિલા ઝડપાઈ,

Featured Video Play Icon
Spread the love

સુરતના હરિપુરામાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે મહિલા ઝડપાઈ,
લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો લાલગેટ પોલીસે

સુરતને ડ્રગ્સમુક્ત બનાવવાના પોલીસના અભિયાન વચ્ચે લાલગેટ પોલીસે હરીપુરા વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતમાં નશાના કારોબાર સામે પોલીસ એક્શન મોડમાં આવી હોય તેમ સુરતની લાલગેટ પોલીસને એવી બાતમી મળી હતી કે હરીપુરા કાંસકીવાડ વિસ્તારમાં આવેલા બાગ-એ-અબ્દુલ રહેમાન એપાર્ટમેન્ટમાં રહેતી રૂબીના યુનુસખાન પઠાણ નામની મહિલા ડ્રગ્સનો વેપાર કરે છે. જે બાતમીના આધારે લાલગેટ પોલીસે મહિલા પોલીસ અધિકારીની મદદથી દરોડાપાડતા ત્યાંથી જેમાં મહિલા રૂબીનાના લેડીઝ બેગમાંથી 1.85 લાખથી વધુનો મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે તેની પાસેથી ડ્રગ્સ સાથે બે મોબાઈલ ફોન, ડિજિટલ વજનકાંટો, પ્લાસ્ટિકની ઝિપલોક બેગ, ચમચી, ડબ્બો અને રોકડ સહિત 2.33 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ડ્રગ્સ આપી જનાર યોગેશ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. હાલ લાલગેટ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *