સામાન્ય બોલાચાલીમાં મહિલાઓ પર હુમલો
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
યુવતીના વાળ ખેંચીને પેટના નીચેના ભાગે લાત મારે છે
સુરતના પુણા વિસ્તારમાં આવેલી એપીએમસીમા ર્કેટમાં સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવતા કેટલાક ઈસમોએ શાકભાજી ચોરીના આરોપે બે મહિલાઓને જાહેરમાં લાત-ઘૂસા અને લાકડી વડે બેરહેમીથી માર માર્યો હતો.
સુરતના પુણા વિસ્તારમાં આવેલી APMC માર્કેટમાં 6 એપ્રિલના રોજ માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવતા કેટલાક ઈસમોએ શાકભાજી ચોરીના આરોપે બે મહિલાઓને જાહેરમાં લાત-ઘૂસા અને લાકડી વડે બેરહેમીથી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના પગલે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે સુરક્ષા ગાર્ડ અને કેટલાક અન્ય લોકો મહિલાઓને લાકડી વડે બેરહમીપૂર્વક માર મારે છે. એક નરાધમ યુવતીના વાળ ખેંચી ઢસડે છે અને પેટના નીચેના ભાગે લાત માટે છે. સમગ્ર ઘટના સામે લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે. સ્થાનિક લોકોએ પોલીસને ઘટનાની જાણ કરતા, પુણા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વીડિયોમાં દેખાતા સિક્યુરિટી ગાર્ડ અને અન્ય ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.