સુરતની જહાંગીરપુરા પોલીસે ગાંજા સાથે મહીલાને ઝડપી
મહીલા નદા ચૌહાણને ૩૬ હજારના ગાંજા સાથે ઝડપી
સુરત પોલીસ ના ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે જહાંગીરપુરા પોલીસે ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા ની સૂચનાને લઈ પીઆઈ બીબી પરમારની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો અશોકભાઈ, એલઆર હિરેનભાઈ ને મળેલી બાતમીના આધારે નંદાબેન ચોહાણ નામની મહિલાને ઝડપી પાડી તેની પાસેથી 36 હજારથી વધુનો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો.
