માંડવીમાં શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિનની ઉજવણી
બેન્ડવાજાના સથવારે આખા નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી
માંડવી દિગંબર જૈન સમાજ દ્વારા શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન કલ્યાણ દિનની ભક્તિભાવ માહોલમાં ઉજવણી કરાય.
માંડવી જૈન દિગંબર સમાજ દ્વારા શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણ દિનની ભક્તિભાવ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી મહાવીર સ્વામીના અભિષેક પૂજા, અર્ચના કરી પાલખી યાત્રામાં મહાવીર સ્વામીને બિરાજમાન કરી બેન્ડવાજાના સથવારે આખા નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મહાવીર સ્વામીના સિદ્ધાંતો જીઓ ઓર જીને દો તથા અહિંસા પરમો ધર્મ જે હાલમાં વિશ્વ શાંતિ માટે ખૂબ જ અગત્યના છે તેવી પ્રતીત કરાવ્યું હતું સ્વામી વાત્સલ્ય પ્રભુ ની આરતી તથા પ્રભુનું પારણું ઝુલાવી વિવિધ ધાર્મિક કાર્યક્રમો કર્યા હતા સમગ્ર સમાજ ના ભાઈઓ બહેનો દ્વારા ભક્તિ સભર ભાગ લઇ રંગે ચંગે ઉજવણી કરી હતી. તેમજ દિગંબર જૈન યુથ સર્કલ દ્વારા માંડવી સરકારી હોસ્પિટલ ખાતે તથા પ્રજ્ઞાચક્ષુ બાળકોને ફ્રુટ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ યુથ સર્કલ છેલ્લા 25 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતી આવેલ છે જે ખરેખર સરાહનીય છે.