સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે ફરી નકલી ડોક્ટર
લસકાણા વિસ્તારમાંથી 10 પાસ ડીગ્રી વગરના ડોક્ટરની ધરપકડ
પોલીસે કમલેશ રામદેવ રાયને ઝડપી પાડ્યો
સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે ફરી નકલી ડોક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે. લસકાણા વિસ્તારમાંથી 10 પાસ ડીગ્રી વગરના ડોક્ટરની ધરપકડ કરાઈ હતી.
સુરતમાં ઘણા સમયથી નકલીની બોલબાલા વધી ગઈ છે. ત્યારે સુરતના લસકાણા વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયો છે. સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર ઝોન વનના આદેશને લઈ એલસીબી શાખા ઝોન 1ની ટીમે નકલી ડોક્ટરો સામે ઝુંબેશ હાથ ધરી હતી ત્યારે લસકાણા વિસ્તારમાં ડાયમંડ નગર ઈન્ડસ્ટ્રીઝ વિભાગ 1 ખાતેથી ડીગ્રી વગરના 10 પાસ બોગસ ડોક્ટર મુળ બિહારનો અને હાલ કામરેજ ખાતે રહેતા કમલેશ રામદેવ રાયને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ લસકાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ લસકાણા પોલીસે હાથ ધરી છે.
