સુરતના ડિંડોલી વિસ્તારમાંથી ચોરી કરનારા ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતના ડિંડોલી વિસ્તારમાંથી ચોરી કરનારા ઝડપાયા
ચોરીના લોખંડના સળીયા સહિત લાખોના મુદ્દામાલ કબ્જે કર્યો
ભેરારામ જાટ, પ્રદીપ ત્રીપાઠી, નીંબારામ જાટ અને પ્રદિપ શર્માને ઝડપ્યા

સુરતના ડિંડોલી વિસ્તારમાંથી ચોરીના લોખંડના સળીયા સહિત લાખોના મુદ્દામાલ સાથે એસઓજીની ટીમે ચારને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં થતી ચોરી સહિતની ઘટનાઓ અટકાવવા આપેલી સુચનાને લઈ એસઓજી ડીસીપી રાજદિપસિંહ નકુમની ટીમ પીઆઈ એએસ સોનારાના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી ત્યારે પીઆઈ જેએમ પરમારની ટીમના પીએસઆઈ એમડી સરવૈયાની ટીમના અહેકો જીતેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાંથી ચોરીના લોખંડના સળીયા સાથે ભેરારામ જાટ, પ્રદીપ ત્રીપાઠી, નીંબારામ જાટ અને પ્રદિપ શર્માને ઝડપી પાડી તેઓ પાસેથી 32 લાખ 95 હજારના લોખંડના ચોરીના સળીયા, ટ્રેલર, ફોર વ્હીલ ગાડી મળી 71 લાખથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *