સુરેન્દ્રનગરમાં એલસીબીની મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરેન્દ્રનગરમાં એલસીબીની મોટી કાર્યવાહી
31,452 બોટલ દારૂ સાથે ટ્રકચાલક ઝડપાયો
કુલ ₹1.26 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. લીંબડી-ચોટીલા નેશનલ હાઇવે પર રાસ્કા બોડીયા ગામના પુલ નજીકથી એક કન્ટેનર ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસે ટ્રકમાંથી 31 હજાર 452 જેટલી નાની-મોટી બોટલો જપ્ત કરી છે, જેની કિંમત આશરે 1 કરોડ 93 હજાર 980 રૂપિયા હોવાનું સામે આવ્યું છે.આ ઉપરાંત પોલીસે 25 લાખ રૂપિયાની ટ્રક, બે મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 1 કરોડ 26 લાખ 13 હજાર 980 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે ટ્રકચાલકને ઝડપી પાડી તેની સામે લીંબડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારાઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.LCB PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ, પેરોલ-ફર્લો સ્ક્વોડ PSI એન.એ. રાયમા સહિતની ટીમે સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *