માંડવી.ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો
મંત્રી કુવરજીભાઈ હળપતિના અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
શ્રી પ્રફુલ્લત્તા સેવા કર્મ ટ્રસ્ટ, વ્યારા સંચાલિત શ્રી વી.એફ.ચૌધરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માંડવી.ખાતે, તારીખ:-૨૮/૦૬/૨૦૨૫ ને શનિવારના રોજ ” કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025″મંત્રી કુવરજીભાઈ હળપતિના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.
વીઓ : આ કાર્યક્રમની શુભ શરૂઆત મુખ્ય મહેમાનશ્રી માનનીય મંત્રીશ્રી, કુંવરજીભાઈ હળપતિ (આદિજાતિ અને શ્રમ રોજગાર મંત્રાલય ગુજરાત સરકાર, ગાંધીનગર) અને મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અને શાળાના પ્રિન્સિપાલ અતુલકુમાર બી.ચૌધરી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. અને આવેલ તમામ મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. માનનીય મંત્રીશ્રી ના હસ્તે ધોરણ ૯ માં ૩૦૪ અને ધોરણ ૧૧ માં ૧૮૦ એમ કુલ ૪૮૪ વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રવેશ કરાવ્યો હતો. તથા ધોરણ ૯ થી ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓને અને વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને તેમજ વર્ષ દરમિયાન ૧૦૦ ટકા હાજરી હોય તેવા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. માનનીય મંત્રીશ્રી દ્વારા આ કાર્યક્રમને અનુરૂપ પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું. તેમજ સૌને માર્ગ સલામતી અને મિશન લાઈફ વિશે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના ઓ.એસ. શ્રી હરીશભાઈ ચૌધરી અને તમામ શિક્ષક મિત્રોએ સહયોગ આપ્યો હતો અને મહેમાનશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો…..