અમરેલીમાં પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ ઉજવાયો
બાળકોને મામલતદાર અને ગામ લોકોની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવ્યો.
બગસરાના ખારી ગામે પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ ઉજવાયો આંગણવાડી બાલવાટીકા અને ધોરણ એક માં પ્રવેશતા બાળકોને મામલતદાર અને ગામ લોકોની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવ્યો..
અમરેલીના બગસરા તાલુકાના ખારી ગામે પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ ઉજવણી કરવામાં આવી મામલતદાર પ્રશાંત ભીંડી સાહેબના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવમાં આંગણવાડી કેન્દ્ર બાલવાટીકા અને ધોરણ એક માં પ્રવેશ કરતા બાળકોને મામલતદાર પ્રશાંત ભીંડી સાહેબ અને મહાનુંભાવોની ઉપસ્થિતીમાં પ્રવેશ આપવામાં આવ્યો શાળામાં અભ્યાસ બાદ બાળક શું શિખ્યું તેની વાલીઓએ બાળક પાસે જાણકારી મેળવી જોઇએ બાળકોને મોબાઈલના ઉપયોગથી દુર રાખવા જોઈએ સાથે સરકારીશ્રી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અંગેની માહિતી મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ આ તકે મામલતદાર પ્રશાંત ભીંડી સાહેબ તાલુકા પંચાયત સદસ્ય ગામના સરપંચ અને ઉપ.સરપંચ સી.આર.સી. s.m.c કમિટી અધ્યક્ષ આંગણવાડી કાર્યકરોઓ વાલીઓ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા શાળાના આચાર્ય ચિરાગભાઈ પટોળીયાના માર્ગદર્શન હેઠળ શાળા પરીવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…