સુરત લસકાણા વિસ્તારમાંથી સગીર દિકરીનું અપહરણ

Featured Video Play Icon
Spread the love

સુરત લસકાણા વિસ્તારમાંથી સગીર દિકરીનું અપહરણ
સગીર દિકરીને પ્રેમજાળમાં ફસાવી તેનુ અપહરણ કરનારની ધરપકડ
આરોપી લકિ દેવાનંદ તાયડેની રાજકોટથી ધરપકડ કરી

સુરત લસકાણા વિસ્તારમાંથી ત્રણ મહીના પહેલા સગીર દિકરીને પ્રેમજાળમાં ફસાવી તેનુ અપહરણ કરી જનાર આરોપીની સુરત ક્રાઈમ બ્રાંન્ચે રાજકોટથી ધરપકડ કરી સગીરાને મુકત કરાવી છે.

આજકાલ સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી તેનુ અપહરણ કરી જવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આજથી દસ મહીના પહેલા લસકાણા વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચે સગીરાને અલગ અલગ હોટેલમા્ લઈ જઈ તેની ગેરકાયેદ શરીર સંબંધ બનાવી ત્યાર બાદ લસકાણા ખાતે આવેલ આમંત્રણ હોટેલ પાસે બોલાવી ત્યાથી આરોપી લકિ દેવાનંદ તાયડે એ સગીરાનુ અપહરણ કરી ગયો હતો. આ ફરીયાદ લસકાણા પોલીસમાં નોંધાતા પોલીસ ખાતુ છેલ્લા દસ મહીનાથી તપાસમાં હતુ. તે દરમીયાન સુરત ક્રાઈમ બ્રાંચના માણસોને માહીતી મળી હતી કે સગીરાનુ અપહરણ કરી જનારો આરોપી રાજકોટ જીઆઈડીસી મેટોડાની ક્રિષ્ટલ કંપનીમાં નોકરી કરેછે. તે માહીતી મળતાજ પોલીસે રાજકોટ પહોંચી આરોપીને ઝડપી પાડી તેની ચુંગાલમાંથી સગીરાને મુકત કરાવી સુરત લાવી આરોપીને લસકાણા પોલીસને સોંપ્યો હતો. અને સગીરાને માતાપીતાને સોંપી છે. વધુ તપાસ લસકાણા પોલીસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *