સુરતના વરાછા વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ ઓપરેશન
ગુનાખોરી ડામવા વરાછા પોલીસ એક્શન મોડમાં
કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનું વિશેષ ચેકિંગ
અસામાજિક તત્ત્વો પર પોલીસની બાજ નજર
સુરતમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ મેદાને છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં વરાછા પોલીસ દ્વારા ગુનાખોરીને ડામવા વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા પોલીસ દ્વારા કોમ્બિંગની કામગીરી તેજ કરવામાં આવી છે. વરાછા પોલીસ સ્ટેશન દ્વારા વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન મિલકત સંબંધિત અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોને ચેક કરવામાં આવ્યા હતા. સાથે જ શંકાસ્પદ ઈસમોની પણ તપાસ કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ ગુનેગારોમાં કાયદાનો ભય ઊભો કરવા વરાછા પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
