સુરતના વરાછા પોલીસને મોટી સફળતા
ઠગાઈ અને છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
નાસતા ફરતા આરોપી હર્ષદ ભીંગરાડીયાને વરાછા પોલીસે ઝડપી પાડ્યો
સુરતની વરાછા પોલીસે ઠગાઈ અને છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપી હર્ષદ ભીંગરાડીયાને ઝડપી પાડ્યો હતો.
સુરતમાં ઠગાઈના વધી રહેલા બનાવો વચ્ચે વરાછા પોલીસે લાખોની ઠગાઈના ગુનામાં નાસતા ફરતા રીઢા ઠગને વેસ્ટ મુંબઈથી ઝડપી પાડ્યો હતો. વાત એમ છે કે સુરતના વેપારી સાથે લાખોની ઠગાઈ આચરાઈ હોવાની ફરિયાદ વરાછા પોલીસ મથકે નોંધાતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી મળેલી બાતમીના આધારે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી હર્ષદ બટુક ભીંગરાડીયાને મુંબઈ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી.
