સુરતમાં વહેલી સવારે રાહદારીઓને લૂંટતી ગેંગના બે આરોપીઓ ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વહેલી સવારે રાહદારીઓને લૂંટતી ગેંગના બે આરોપીઓ ઝડપાયા
બાઈક પર નીકળી એકલા જતા રાહદારીઓને બનાવતા હતા નિશાન
વરાછા, કતારગામ અને મહિધરપુરામાં 5 લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચ અને લીંબાયત પોલીસની સંયુક્ત કાર્યવાહી
લૂંટની ઘટનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા

સુરત શહેરમાં વહેલી સવારે મોટર સાઈકલ પર નિકળી રસ્તા પર એકલા જતા રાહદારીઓને નિશાન બનાવી લૂંટ ચલાવતી ગેંગના બેને પોલીસે ઝડપી પાડ્યા હતાં. વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં કુલ પાંચ ગુનાઓને અંજામ આપનાર આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને લીંબાયત પોલીસે ઝડપી પાડ્યા હતાં.

સુરતમાં વહેલી સવારે લૂંટારુઓનો આતંક મચાવનાર આરોપીઓ હવે પોલીસના સકંજામાં આવી ગયા છે. મોટરસાયકલ પર આવતા બે આરોપીઓ રાહદારીઓને નિશાન બનાવી ચપ્પુ વડે હુમલો કરી મોબાઈલ ફોન અને રોકડની લૂંટ ચલાવતા હતા. 19 નવેમ્બરના રોજ વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં અલગ અલગ પાંચ લૂંટના બનાવોને અંજામ આપવામાં આવ્યો હતો. ગંભીર ગુનાઓને પગલે સુરત પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ અને લીંબાયત પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી કરી હતી. આ દરમિયાન લીંબાયત વિસ્તારમાં આરોપી પરવેઝ મુરશદ અન્સારીને પકડવા જતાં તેણે પોલીસ પર હુમલો કર્યો હતો. જેથી પોલીસ દ્વારા સ્વબચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપીના પગમાં ગોળી વાગતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો બીજા આરોપી લક્ષ્મણકુમાર ઉર્ફે ગુડ્ડુ દિલીપ ઉર્ફે ઈન્દલ ઉર્ફે ઈન્દર યાદજવને ક્રાઈમ બ્રાન્ચે લિંબાયત વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલું વાહન સહિત મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *