સુરતના ડ્રગ્સ મુક્ત અભિયાન હેઠળ મહિધરપુરા પોલીસની મોટી કાર્યવાહી
એમડી ડ્રગ્સ સપ્લાયના એનડીપીએસ કેસમાં ગણતરીના કલાકોમાં 3 પેડલરો ઝડપાયા
ડ્રગ્સ સપ્લાય ચેઇન સામે મહિધરપુરા પોલીસની કાર્યવાહી
સુરતને ડ્રગ્સ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ પોલીસની કડક કાર્યવાહી ચાલુ
સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ મહિધરપુરા પોલીસે એમડી ડ્રગ્સ સપ્લાય કરવાના એનડીપીએસ કેસમાં ગણતરીના કલાકોમાં ત્રણ ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડ્યા હતાં.
સુરતમાં ડ્રગ્સના નેટવર્ક સામે પોલીસનું ઓપરેશન તેજ બન્યું છે. નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત મહિધરપુરા પોલીસે એમડી ડ્રગ્સ સપ્લાય કરતા ત્રણ આરોપીઓ સોહેલ ઉર્ફે બંટી શેખ, અલ્તમસ શેખ અને અલ્ફાઝ ભુરિયા ગુંદાલિયાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતાં. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ કેસમાં અગાઉ અમાન હાઝીનઝીર અંસારી નામના યુવક પાસેથી 16 હજારથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સ મળ્યુ હતું જેની પૂછપરછ અને તપાસમાં ડ્રગ્સ સપ્લાય કરનાર બાબુ નામના શખ્સનું નામ સામે આવ્યું હતું. ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી પોલીસે વોન્ટેડ આરોપી બાબુશેખ સાથે તેના બે સાથીદારો અલ્તમસ અને અલ્ફાઝને પણ ઝડપી પાડ્યા હતાં. અને ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
