બગસરામાં સરકારી એન્જિનિયર પર હુમલો
બ્રિજ નિરીક્ષણ વખતે હપ્તો ન આપતા માર માર્યો
ઉમેશભાઈ પર હુમલો કરી આરોપીઓ ફરાર
4 આરોપી સામે બગસરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો
અમરેલી જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ એન્જિનિયર ઉમેશ પરમાર પર બગસરાના કાગદડી ગામમાં હુમલો થયો છે. તેઓ માઇનોર બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરવા ગયા હતા. આ સમયે કેટલાક શખ્સોએ કામ કરવા માટે હપ્તાની માંગણી કરી હતી.
અમરેલી જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ એન્જીનયર ઉપર હુમલો થયો છે. તેઓ બગસરા તાલુકાના કાગદડી ગામમાં બ્રિજના કામગીરી અંગે નીરિક્ષણ કરી રહ્યા હતા. જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ એન્જીનયર ઉમેશ પરમાર પાસે આ સમયે 4 શખ્સોએ કામ કરવા માટે હપ્તાની માંગણી કરી હતી.હપતો ન આપતા તેમના પર હૂમલો થયાનો આક્ષેપ છે. ઉમેશભાઈને મારમારી હુમલો કરી આરોપીઓ ફરાર થયા. ઉમેશ પરમાર જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ એન્જીયરને સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 4 આરોપી સામે બગસરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે. સમગ્ર મામલે બગસરા પીઆઇ આઈ.જે. ગીડા દ્વારા આગળની તપાસ હાથ ધરી છે
