સુરતમાં નાસીરનગરના ભૂતિયા ડિમોલિશન વિવાદમાં રાજકીય વિવાદ
કાજલ હિંદુસ્તાનીના આક્ષેપો સામે ધારાસભ્ય વિનુ મોરડીયાની સ્પષ્ટતા
કેટલાક લોકો ખોટો પ્રચાર કરીને મુદ્દાને ભટકાવવાનો પ્રયાસ કર્યો
સૌરાતમાં નાસીરનગરના ભૂતિયા ડિમોલિશન વિવાદમાં હવે રાજકીય આરોપ-પ્રત્યારોપ તેજ બન્યા છે. કાજલ હિંદુસ્તાનીના આક્ષેપો બાદ કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તેઓ કોઈ ઘૂસપેઠિયાને સમર્થન આપતા નથી અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
કાજલ હિન્દુસ્તાની દ્વારા નાસીર નગર ડિમોલીશન મામલે ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા અંગે કરેલા બફાટ બાદ ધારાસભ્ય વિનુ મોરડીયાએ જણાવ્યું હતુ કે કેટલાક લોકો ખોટો પ્રચાર કરીને મુદ્દાને ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ડિમોલિશન કોના આદેશથી અને કોના હિત માટે કરવામાં આવ્યું તેની માહિતી મેળવવા તેમણે પાલિકા કમિશનરને રજૂઆત કરી હતી. મોરડીયાએ ભારપૂર્વક કહ્યું કે તેમને કોઈ વ્યક્તિ કે કોમ સાથે કોઈ લેવાદેવા નથી અને જે કોઈ દોષિત હશે તેની સામે કાર્યવાહી થવી જ જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે ઘૂસપેઠિયા અને અસામાજિક તત્વો વિરુદ્ધ તેમની મુહિમ સતત ચાલુ છે અને જો કાજલ હિંદુસ્તાની પાસે ઘૂસપેઠિયાઓ અંગે માહિતી હોય તો તેઓ તેમની સાથે જઈ તપાસ કરવા પણ તૈયાર છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે કાજલ હિંદુસ્તાનીને કોઈએ રાજદ્વેષથી બ્રીફ કરીને નિવેદન અપાવ્યું હોઈ શકે છે.
