સુરતની ઉત્રાણ પોલીસે મમરાના કોથળાના પાર્સલમાંથી દારૂ પકડ્યો
દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી
ડ્રાઈવર મોહનલાલ મહીડા તથા કન્ડકટર હિંમતસિંહ લબાનાને ઝડપ્યા
સુરતની ઉત્રાણ પોલીસે ટ્રાવેલ્સ બસમાં મમરાના કોથળાના પાર્સલની આડમાં દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબપોલીસ કમિશનર ઝાલા સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ એચઆર ગોસ્વામી ની ટીમ પીએસઆઈ આરડી ધાધલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો જાલાભાઈ તથા હાર્દિકભાઈને મળેલી બાતમીના આધારે શ્રી રામ ટ્રાવેલ્સની બસમાં મમરાના કોથળાના પાર્સલની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર બસ ડ્રાઈવર મોહનલાલ મહીડા તથા કન્ડકટર હિંમતસિંહ લબાનાને ઝડપી પાડી પોલીસે દારૂનો જથ્થો, બસ સહિતનો મુદ્દામાલ મળી 19 લાખ 73 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
