અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ.
260થી વધુના જીવ લેનારી ઘટનાની આજે વરસી.
પોતાના સ્વજનોને ગુમાવનાર આજ પણ શોકમાં.
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં મેન્ટલ બારી ટર્નિંગ નજીક સિવિલ હોસ્પિટલની મેસ પર 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એઆઈ171 ફ્લાઈટનું પ્લેન ક્રેશ થતા 260થી વધારે લોકોના કરુણ મોત થયા હતા.
આજે તારીખ 12 જૂન અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે પ્લેન ક્રેશ સાઇટ પર મૃતકના પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. શાહીબાગ ઘોડા કેમ્પ રોડ પર રહેતા અને મેન્ટલ બારી નજીક ઝાડ નીચે ચાની કીટલી ધરાવનાર મહિલા સીતાબેન પટણીનો 15 વર્ષીય પુત્ર આકાશ પટણી આ ઘટનામાં દાઝી જવાથી મૃત્યુ પામ્યો હતો. તેની માતા અને પરિવારજનો આજે પ્લેન ક્રેશ સાઈટ પર તેને યાદ કરીને વિલાપ કરી રહ્યા છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરી રાધિકા રૂપાણીએ સાઇટ સ્થળે વૃક્ષા રોપણ કર્યું હતું. તેમણે પિતા સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
12 જૂન 2025ના રોજ બપોરે 1:39 વાગ્યે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. આ ગંભીર દુર્ઘટનામાં દેશ-વિદેશ અને અમદાવાદના 260થી વધારે મુસાફરોના મૃત્યુ થયા છે ત્યારે એક વર્ષ પૂર્ણ થતા આજે મૃતકના પરિવારજનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પ્લેન ક્રેશ સાઈટ ઉપર મૃતકના પરિવારજનો એક વર્ષ પહેલા બનેલી ગંભીર દુર્ઘટનામાં જે સ્વજનો ગુમાવ્યા છે તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્લેન ક્રેશ સાઇટ ઉપર એક વર્ષ પહેલા જે ઘટના બની હતી તેના અવશેષો આજે પણ જોવા મળે છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
