ભાવનગર ફૂલસર આવાસ યોજનામાં ટેમ્પલબેલ વાહનના ચાલક,

Featured Video Play Icon
Spread the love

ભાવનગર ફૂલસર આવાસ યોજનામાં ટેમ્પલબેલ વાહનના ચાલક,
હેલ્પર પર ટોળાનો હુમલોનો આક્ષેપ
વાહન ચાલકે પણ સગર્ભા મહિલા પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ

ભાવનગર શહેરના ફૂલસર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કચરો એકત્રિત કરતાં ટેમ્પલબેલ વાહનના ચાલક તથા બે હેલ્પર સહિત ત્રણ વ્યક્તિ પર ટોળાએ હુમલો કરી મારમાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે સામાપક્ષે એક સગર્ભા મહિલાએ ટેમ્પલબેલ વાહનના ચાલક તથા તેની પત્ની એ હુમલો કરી મૂઢમાર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરતા મામલો ડી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે.

શહેરના ફૂલસર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ટેમ્પલબેલ ની અનિયમિતતા સાથે અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે કચરો એકઠો કરવા આવતા ટેમ્પલબેલ વાહનના ચાલક અને મહિલાઓ વચ્ચે અવારનવાર તકરારો થતી હોય છે ત્યારે ફૂલસરના ઠાકર દુવારા પાસે આવેલ 25 વારીયા વિસ્તારમાં ટેમ્પલબેલ નિયમિત રીતે આવતું ન હોય અને આ વાહન અહીથી પસાર થઇ જતું હોવાની ફરિયાદો મહિલાઓ કરી રહી છે ત્યારે આજે 25 વારીયા વિસ્તારમાંથી ટેમ્પલબેલ વાહન પસાર થઇ જતા મહિલાઓનું ટોળું આ વાહનનો પીછો કરી પ્રધાનમંત્રી આવાસ યોજના પહોંચી હતી અને 25 વારીયા વિસ્તારમાં વાહન ઉભું કેમ ન રાખ્યું તે બાબતે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો જેમાં 25 વારીયા વિસ્તારની મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે ટેમ્પલબેલ વાહનના ચાલક તથા તેની પત્ની એ એક સગર્ભા મહિલા પર હાથ ઉપાડ્ય હતો અને વળતો હુમલો મહિલાના ટોળાએ ટેમ્પલબેલ વાહનના ચાલક તથા તેની પત્ની અને હેલ્પર કર્યો હતો એ દરમ્યાન લોકોના ટોળા એકઠા થતાં મામલો ડી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો અને બંને પક્ષોએ એકબીજા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા પોલીસ સમક્ષ નિવેદનો આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *