સુરતના નાસીર નગર ખાતે ગુજરાત કોંગ્રેસ મેદાને

Featured Video Play Icon
Spread the love

સુરતના નાસીર નગર ખાતે ગુજરાત કોંગ્રેસ મેદાને
ધારાસભ્ય તુષાર ચૌધરી નાસીર નગર ખાતે ધરણાં પર બેસી ગયા
ગાંધીનગરથી તપાસ કમિટીની રચના કરવા માંગ કરી હતી.

સુરતના નાસીર નગર ખાતે થયેલા ભુતિયા ડિમોલીશનને લઈ હવે ગુજરાત કોંગ્રેસ મેદાને આવી છે ત્યારે ધારાસભ્ય તુષાર ચૌધરીએ નાસીર નગર ખાતે ડમોલીશન જગ્યાએ જ કોંગ્રેસી નેતાઓ સાથે ધરણાં પર બેસી ગાંધીનગરથી તપાસ કમિટીની રચના કરવા માંગ કરી હતી.

સુરતના નાસીર નગર ખાતે ગત 30મી મેના રોજ પાલિકા અને પોલીસ દ્વારા સાથે મળી કરાયેલા ભુતિયા ડિમોલીશનને લઈ સુરત જ નહી પરંતુ દેશભરમાં ચકચાર મચી ગઈ હતી. બિલ્ડરના ખોળે બેસી પાલિકા દ્વારા ડિમોલીશન કરાયુ હોય જેને લઈ હવે કોંગ્રેસે આ મુદ્દે પાલિકા સામે મોરચો ખોલ્યો છે. તો શાસક પક્ષ ભાજપના ધારાસભ્ય વિનુ મોરડીયાએ પણ આ મામલે તપાસની માંગ કરી ભુતિયા ડિમોલીશન કોણે કર્યુ તે અંગે સવાલો ઉભા કર્યા હતાં. અને આખરે પાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આ મામલે તપાસ સમીતિ રચવાની વાત કરતા પાલિકા કમિશનરે તપાસ સમિતિની પણ રચના કરી હતી.

હવે કોંગ્રેસ નાસીર નગરના અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે મેદાને આવી હોય અને અસલમ સાયકલવાલા દ્વારા સતત વિરોધ પ્રદર્શન સહિત રજુઆતો કરી નાસીર નગરના રહિશો માટે લડત ચલાવાઈ રહી છે. તો ગુજરાત કોંગ્રેસ પણ નાસીર નગરના અસરગ્રસ્તો માટે મેદાને આવી છે અને ગુજરાત કોંગ્રેસના નેતા તથા ધારાસભ્ય તુષાર ચૌધરીએ નાસીર નગર ખાતે કોંગ્રેસીઓ સાથે મળી ધરણાં કરી મનપા, બિલ્ડર અને પોલીસ ના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે ગાંધીનગરથી ડિમોલીશન મામલે તપાસ કમિટીની રચના કરવા માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *