ભાવનગરમાં સજા બાદ નાસતો ફરતો આરોપી પકડાયો
આરોપીની ધરપકડ કરી જીલ્લા જેલ હવાલે કરતી પોલીસ
ભાવનગરમાં નેગોશીએબલ-૧૩૮ હેઠળ નામદાર કોર્ટ દ્વારા સજા ફરમાવવામાં આવેલ આરોપી સજા બાદ નાસતો ફરતો હોય આરોપીની ધરપકડ કરી જીલ્લા જેલ હવાલે કરતી બોરતળાવ પોલીસ સ્ટેશન ટીમ
પોલીસ મહાનિરીક્ષકનાઓ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડવાની કામગીરી કરવા સુચના આપેલ. જે અનુંસંધાને આજરોજ બોરતળાવ પોલીસ સ્ટેશન ભાવનગરનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે નેગોશીએબલ એક્ટ ૧૩૮ મુજબના ગુનાના ફોજદારી કેસ નં ૬૧૭૫/૨૦૨૩ ના આરોપી રવી ભરતભાઈ ઉર્ફે ભીખાભાઈ ગોહિલ એકાદ વર્ષથી ફરાર હતો. જે હાલ કુંભારવાડા ખાતે હોવાની હકિકત મળી આવેલ જે બાતમી આધારે બોરતળાવ પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો તેના ઘરે જઈ તપાસ કરતા જે તેના ઘરે હાજર મળી આવતા ઝડપી લઈ નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટ દ્વારા ભાવનગર જીલ્લા જેલ હવાલે મોકલી આપવામાં આવેલ
