ભાવનગરના કુંભારવાડામાં ડ્રેનેજની કામગીરીથી લોકો પરેશાન
કાશ્મીરી ક્વાર્ટર વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી ભૂગર્ભ ડ્રેનેજનું કામ
મંદ કામગીરી અને આયોજનના અભાવે આડેધડ ખોદકામથી લોકોમાં રોષ
કોન્ટ્રાક્ટરે આરસીસી રોડ ખોદીને તહેસનહેસ કરી નાખતા સ્થાનિકોમાં ભારે આક્રોશ
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ કાશ્મીરી ક્વાર્ટર ના સ્લમ એરિયામાં ભૂગર્ભ ડ્રેનેજ લાઈન પાથરવાની કામગીરી છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી છે મંદ કામગીરી અને આયોજનના અભાવે કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરવા સાથે આરસીસી રોડ પણ ખોદીને તહેસનહેસ કરી નાંખ્યો છે જેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શહેરના કુંભારવાડા વિસ્તારમાં સળગતી સમસ્યાઓ થી હંમેશા સમૃદ્ધ રહે છે એવા આ વિસ્તારમાં દરરોજ કહીને કઈ નાની મોટી સમસ્યાઓ તેમજ પાયાકીય સવલતો સંદર્ભે સ્થાનિક લોકો હંમેશા કોર્પોરેટરો જવાબદાર તંત્ર પાસે કાયમને માટે યાચનાઓ કરતા હોય છે ત્યારે હાલમાં છેલ્લા ત્રણ મહિનાથી કુંભારવાડા ના કાશ્મીરી ક્વાર્ટર એરિયામાં સારો આરસીસી રોડ ભૂગર્ભ ડ્રેનેજ લાઈન પાથરવાની કામગીરીને લઈને કોન્ટ્રાક્ટર દ્વારા ખોદી નાખવામાં આવ્યો છે અને આ રોડ ખોદકામની સાથે જ લોકોની સમસ્યામાં વધારો થયો છે ખાસ કરીને રોડ પર પસાર થતા રાજધારીઓ વાહન ચાલકો માં અકસ્માત સર્જાવવાની સંભાવના હંમેશા અકબંધ રહે છે ચોમાસાનો માહોલ ચાલી રહ્યો હોય એવા સમયે રોડ ખોદી નાખવામાં આવતા આ ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે જેને પગલે કરોડ પરથી પસાર થતાં બાળકો અને વૃદ્ધો પર જોખમ તોળાઈ રહ્યું છે લોકોના જણાવ્યા અનુસાર કોન્ટ્રાક્ટર દ્વારા જે થિયરીથી કામગીરી હાથ ધરવામાં આવી છે તે કામગીરી ઉચિત નથી અને આયોજન વગરની કામગીરીના કારણે રોડને ખોદી નાંખવામાં આવ્યો છે સમગ્ર સમસ્યા સંદર્ભે સ્થાનિક લોકો દ્વારા આ વિસ્તારના કોર્પોરેટરો ઉપરાંત જવાબદાર તંત્રને પણ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા માત્ર ને માત્ર ખોદાયેલા ખાડામાં પરાજુ પાથરીને સંતોષ માનવામાં આવે છે પરંતુ હેવી ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર કરાયેલું પુરાણ વિખાઈ જાય છે અને ખાડા હતા એની એ જ સ્થિતિમાં પૂનઃ સર્જાય છે ત્રણ મહિના કરતાં વધુ સમય થયો હોવા છતાં વાપરવા કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર આવી મુશ્કેલ સ્થિતિ અંગે એકબીજા પર “ખો” આપી રહ્યા હોવાનું અહીંના વસાહતીઓ જણાવી રહ્યા છે રોડ પર પડેલા ખાડાઓ અને અન્ય તકલીફો ના કારણે આવનારા સમયમાં કોઈ જાનહાનિક સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે એવા સવાલો પણ જાગૃત નાગરિકો કરી રહ્યા છે ત્યારે ડ્રેનેજ લાઈન પાથરવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને તોડી નાખવામાં આવેલ આરસીસી રોડ પુનઃ નવો બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે
