સુરતના પાંડેસરામાં દારૂના વ્યસની યુવાનનુ મોત

Featured Video Play Icon
Spread the love

સુરતના પાંડેસરામાં દારૂના વ્યસની યુવાનનુ મોત
પરિવારજનો અને સમાજના લોકોએ મૃતદેહ સામે વિરોધ કર્યો
દારૂના અડ્ડા બંધ કરોના નારા લગાવ્યા

સુરતના પાંડેસરામાં દારૂના વ્યસની યુવાનનુ મોત નિપજતા પરિવારજનો અને સમાજના લોકોએ મૃતદેહ સામે જ દારૂના અડ્ડા બંધ કરોના નારા લગાવ્યા હતાં.

ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલ વચ્ચે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જેણે ફરી એકવાર દારૂના દુષણ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આક્ષેપ છે કે પાંડેસરાના નાગસેન નગરમાં રહેતા 32 વર્ષીય યુવાન સુનિલ રમેશ સોનવનેનું દારૂના અતિશય વ્યસનના કારણે મોત નીપજ્યું છે. જો કે, આ ઘટના માત્ર એક મોત બનીને રહી નથી, પરંતુ સમગ્ર વિસ્તારના લોકોના દબાયેલા રોષને જ્વાળામુખીની જેમ બહાર લાવી મૃતક સુનિલના પાર્થિવ દેહની સામે જ દારૂના અડ્ડા બંધ કરાવવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *