સુરતના રામપુરા વિસ્તારમાં અચાનક વૃક્ષ ધરાશાયી
વૃક્ષ ધરાશાયી થતાં એક રિક્ષાને નુકસાન પહોંચ્યું
તાત્કાલિક સ્થળ પર પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી
સુરતના રામપુરા વિસ્તારમાં અચાનક વૃક્ષ ધરાશાયી થતાં એક રિક્ષાને નુકસાન પહોંચ્યું છે. તો ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
સુરતના રામપુરા વિસ્તારમાં લાલ મિયાં મસ્જિદ નજીક આવેલી સ્કૂલ નંબર-126 પાસે અચાનક એક વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ નીચે ઉભેલી એક રિક્ષાને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો.
