સુરત સાયબર ક્રાઇમ પોલીસે પકડ્યા 212 કરોડના ક્રાઇમ ટ્રાન્ઝેક્શન

Featured Video Play Icon
Spread the love

સુરત સાયબર ક્રાઇમ પોલીસે પકડ્યા 212 કરોડના ક્રાઇમ ટ્રાન્ઝેક્શન
રેકેટમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
આરોપી રાજદીપ ધાંધલને ઝડપી પાડવામાં આવ્યો

સુરત સાયબર ક્રાઇમ પોલીસે 212 કરોડથી વધુના સાયબર ક્રાઇમ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા રેકેટમાં નાસતા ફરતા આરોપીને ટેકનિકલ વર્કઆઉટના આધારે ઝડપી પાડ્યો છે.

સુરત સાયબર ક્રાઇમ પોલીસે કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઈમે મળેલી બાતમીના આધારે અમરોલી વિસ્તારમાં દરોડા પાડી અગાઉ આરોપી પ્રવિણભાઈ ધાંધલ પાસેથી મોબાઇલ ફોન, ડેબિટ કાર્ડ, પાસબુક, ચેકબુક, સિમકાર્ડ, ક્યુઆર કોડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કેસમાં હવે નાસતા ફરતા આરોપી રાજદીપ ધાંધલને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ રાજદીપે પોતાના નામે ફર્મ બનાવી 7 અલગ અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા.

ત્યારબાદ દરેક બેંક એકાઉન્ટની કીટ 40 હજારના કમિશન પર અગાઉ પકડાયેલા આરોપી પ્રવિણભાઈ ધાંધલને આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કેસની તપાસ દરમિયાન 154 બેંક એકાઉન્ટમાં કુલ 212 કરોડ 87 લાખ 97 હજાર 974 રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *