સુરતમાં અકસ્માતના ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં કેદ
પુણાગામ વિસ્તારમાં બેફામ સ્વિફ્ટ કાર
કારના ચાલકે રોડ સાઈડે ઉભેલી કારને ટક્કર મારી
સુરતમાં અકસ્માતના ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. પુણાગામ વિસ્તારમાં બેફામ સ્વિફ્ટ કારના ચાલકે રોડ સાઈડે ઉભેલી કારને ટક્કર મારી હતી.
સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બેફામ બનેલા સ્વિફ્ટ કાર ચાલકે રોડ સાઈડમાં ઉભેલી કારને એવી જોરદાર ટક્કર મારી કે જોનારાઓના કાળજા કંપી ઉઠ્યા હતાં. તો આ અકસ્માત નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, આ ઘટના માત્ર આંખના પલકારામાં ઘટી હતી. ઉભેલી કારના ચાલક એવા શિક્ષક માંડ-માંડ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતાં.
