સુરત એસીબીની ટીમે પાલિકાના લાંચીયા બાબુને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત એસીબીની ટીમે પાલિકાના લાંચીયા બાબુને ઝડપ્યો
વરાછા ઝોનમાં આકારણી વિભાગમાં ફરજ બજાવતા ક્લાર્કને ઝડપ્યો
રાકેશ શ્રીમાળીને રં3,500 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો

સુરત એસીબીની ટીમે સુરત મહાનગર પાલિકાના વરાછા ઝોનમાં આકારણી વિભાગમાં ફરજ બજાવતા ક્લાર્કને 3,500 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા લાંચીયા સરકારી બાબુઓમાં રીતસરનો ફફડાટ જોવા મળ્યો હતો.

સુરત શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી સુરત મહાનગર પાલિકાના વરાછા ઝોન આકારણી વિભાગના ક્લાર્ક રાકેશકુમાર ચંદુભાઈ શ્રીમાળીને 3,500ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. વાત એમ છે કે ફરિયાદીના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા રૂમમાં સાડીનો માલસામાન રાખવામાં આવતો હતો. આ રૂમને ગોડાઉન તરીકે ગણાવી અંદાજે 12 હજાર જેટલો વેરો લાગશે તેમ ક્લાર્ક રાકેશ શ્રીમાળીએ જણાવ્યું હતું. ફરિયાદીનું મકાન રેસિડેન્શિયલ તરીકે જ ચાલુ રાખવા માટે આરોપી કલાર્કે વ્યવહાર પેટે 3,500ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીએ છટકાનું આયોજન કર્યું હતું.

ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી હતી અને વરાછા ઝોન ઓફિસની બાજુમાં હરદેવ સમોસા તેમજ ગોએલ સેલ્સ પોઈન્ટ નામની મોબાઈલની દુકાન સામે ફુટપાથ પર જ લાંચના 3,500 સ્વીકારતા એસીબીની ટીમે ક્લાર્ક રાકેશ શ્રીમાળીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જેને લઈ ભ્રષ્ટ સરકારી બાબુઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *