કુંભારવાડા વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ લાગી
ભાગને પગલે પીજીવીસીએલના કેબલને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું
ફાયર બ્રિગેડ એ આગ પર કાબુ મેળવ્યો
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મોતીતળાવ એરિયામાં એક કચરાના ઢગલામાં આગ લાગતા આ આગના કારણે પીજીવીસીએલ ના કેબલ ને ભારે નુકસાન થયું હતું આ બનાવની જાણ ફાયર બ્રિગેડ ને થતા કાફલોક સ્થળ પર પહોંચ્યો હતો અને આગ ઓલવી નાંખી હતી.
ગતરોજ શહેરના ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે કુંભારવાડા વિસ્તારમાં આવેલ કાદરી મસ્જિદ પાસે રહેણાંકી વિસ્તારમાં આવેલ કચરાના ઢગલામાં આગ લાગી છે આ માહિતી મળતા ફાયર બ્રિગેડનો કાફલો તુરંત સ્થળ પર પહોંચ્યો હતો અને ભારે રહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવવામાં વેસ્ટ કચરાનો જથ્થો ઉપરાંત પીજીવીસીએલ કંપનીના કેબલને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું સમગ્ર બનાવની જાણ પીજીવીસીએલના થતા ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી..
