સચીન જીઆઈડીસી પોલીસે ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી
શિવનગર ઝુપડપટ્ટીમાંથી રેખા રમાશંકર પ્રજાપતિ ઝડપાઇ
મહિલાને 1 કિલો ગ્રામથી વધુ ગાંજાના જથ્થા સાથે ઝડપી
સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત સચીન જીઆઈડીસી પોલીસે ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર પરમાર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ કેએ ગોહિલની ટીમ પીએસઆઈ એચઆર પટેલ સાથે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી હતી ત્યારે અહેકો અનંત ભાઈને મળએલી બાતમીના આધારે સચીન જીઆઈડીસીના સાતવલ્લા બ્રિજ સામે શિવનગર ઝુપડપટ્ટીમાંથી રેખા રમાશંકર પ્રજાપતિ નામની મહિલાને 1 કિલો ગ્રામથી વધુ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી પોલીસે ગાંજાનો જથ્થો, રોકડા રૂપિયા અને મોબાઈલ મળી 61 હજારથી વધુની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
