સુરતમાં ડ્રગ્સની બદીને દુર કરવા માટે જાગૃત્તી રેલી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ડ્રગ્સની બદીને દુર કરવા માટે જાગૃત્તી રેલી
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન
પાલ આર.ટી.ઓ. સર્કલથી નશામુક્ત અભિયાનને લઈ જાગૃત્તી રેલી

સુરતમાં ડ્રગ્સની બદીને દુર કરવા માટે પોલીસ સતત પ્રયાસો કરી રહી છે અને નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન પણ ચલાવી રહી છે ત્યારે ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાનને લઈ ઈન્ટરનેશનલ ડ્રગ્સ અગેન્સ ડે પર સુરતના પાલ આર.ટી.ઓ. સર્કલથી નશામુક્ત અભિયાનને લઈ જાગૃત્તી રેલી યોજાઈ હતી.

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ અને એન.સી.બી. દ્વારા શહેરમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાન નો ડ્રગ્સ ઈન સુરત સીટી વધુ અસરકાર બનાવવા માટે વિદ્યાર્થીઓ, યુવાનો અને સામાન્ય જનતામાં ડ્રગ્સના નુકશાન અંગે જાગૃત્તિ ફેલાવવા માટે ઈન્ટરનેશનલ ડ્રગ્સ અગેન્સ ડે ના દિવસે વિશાળ ડ્રગ્સ અવેરનેસ રેલીનુ આયોજન કરાયુ હતું.

સુરતના પાલ આર.ટી.ઓ. સર્કલથી ઈન્ટરનેશનલ ડ્રગ્સ અગેન્સ ડે પર ડ્રગ્સ અવેરનેસ માટે નિકળેલી રેલીમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતાં. અને યુવાનોને ડ્રગ્સથી દુર રહેવા અપીલ કરી હતી. સાથે આ રેલીમાં અલગ અલગ બેનરો પણ જોવા મળ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *