નવસારીમાં ઐતિહાસિક સરબતિયા તળાવને કઈ વિવાદનો વંટોળ

Featured Video Play Icon
Spread the love

નવસારીમાં ઐતિહાસિક સરબતિયા તળાવને કઈ વિવાદનો વંટોળ
તળાવના નવીનીકરણના કામ પર નીચલી અદાલતે આપ્યો સ્ટે
મેયર અને કમિશનરે તળાવની સ્થળ મુલાકાત કરી,

નવસારીના હાર્દ સમાન અને શહેરની ઓળખ એવા ઐતિહાસિક સરબતિયા તળાવને અમદાવાદના કાંકરિયા તળાવની જેમ વિકસાવવા જતા વિવાદનો વંટોળ ઉઠ્યો હતો અને તળાવના નવીનીકરણના કામ પર નીચલી અદાલતે યથાસ્થિતિ જાળવવા આપેલ સ્ટેને જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગેરકાયદેસર ઠેરવીને રદ્દ કરતા મહાપાલિકાના શાસકોમાં ખુશી છે, સાથે જ મેયર અને કમિશનરે તળાવની સ્થળ મુલાકાત કરી, કામની ગતિને વેગ આપવા સમીક્ષા કરી હતી.

નવસારીના મધ્યમાં આવેલ સરબતિયા તળાવના સૌંદર્યકરણની કામગીરી સામે શરૂઆતથી જ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ તળાવને સુંદર બનાવવાની લાહ્યમાં તળાવનો વ્યાસ ઘટાડી દેવામાં આવ્યો હતો. મહાપાલિકાના તત્કાલીન કમિશ્નર દેવ ચૌધરીએ તળાવના વ્યાસના ફેરફાર ન થશેનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ મહાપાલિકાએ તળાવને સાંકડું કરી દેતા, પ્રબુદ્ધ નાગરિકોએ નવસારી કોર્ટમાં જાહેરહિતની અરજી કરી સ્ટે માંગ્યો હતો. જેમાં કોર્ટે મહાપાલિકા તરફે કોઈ હાજર ન થતા કેમજવાબ રજૂ ન કરતા યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. જેની સામે નવસારી મહાનગર પાલિકાએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પોતાનો પક્ષ મુકી નીચલી કોર્ટના વચગાળાના સ્ટેને રદ્દ કરાવવામાં સફળતા મેળવી છે. રાજ્ય સરકારની વિધિવત મંજૂરી હોવા છતાં આવા ન્યાયિક અવરોધોથી જાહેર નાણાં અને સમયનો વેડફાટ થતો હોવાની અને આ કેસનો ત્વરિત નિકાલ લાવવા કોર્ટે આદેશ કર્યો હતો. ત્યારે કોર્ટની લીલી ઝંડી મળતાની સાથે જ નવસારી મહાનગર પાલિકાના મેયર અશોક ધોરાજીયા અને કમિશનર જયેશ ઉપાધ્યાયે આજે સરબતિયા તળાવની રૂબરૂ મુલાકાત લીધી હતી. જ્યાં અટકેલા કામોનું બારીકાઈથી નિરીક્ષણ કરીને સમીક્ષા કરી હતી, જેમાં પ્રોજેક્ટમાં જનતાના સૂચનોને ધ્યાનમાં રાખીને બહારની ડિઝાઇનમાં પણ કેટલાક મહત્વના ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે.

સરબતિયા તળાવને કિનારે ઊભી રહેતી નાસ્તાની લારીઓને પણ હટાવવા ન પડે સાથે જ તળાવની સુંદરતા સાથે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પાલિકા નવો માસ્ટર પ્લાન તૈયાર કરી રહી છે. તળાવની ફરતે ઊભી રહેતી નાસ્તાની લારીઓ માટે હવે મહાપાલિકા દ્વારા જ એક સરખી એટલે કે ‘યુનિફોર્મ કેબિન’ બનાવવામાં આવશે. આ કેબિનો ભાડે આપીને પાલિકા પોતાની આવક પણ ઊભી કરશે અને રસ્તાઓ પણ ખુલ્લા રહેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *