સુરતના નાસિર નગર ડિમોલિશન વિવાદમાં કોંગ્રેસ નેતાના આરોપ
મનપા તંત્ર અને તપાસ પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા
સૂચિત સ્થળે 40 ફૂટનો રોડ બનાવી બતાવવાનો ખુલ્લો પડકાર
સુરતના નાસિર નગર ડિમોલિશન વિવાદમાં કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ મનપા તંત્ર અને તપાસ પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવતા સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
સુરતના નાસિરનગર ડિમોલિશન વિવાદમાં કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ મનપા તંત્ર સામે આકરા આક્ષેપો કરી કહ્યુ હતુ કે ડિમોલિશન કરાયેલી જમીન મનપાની નહીં પરંતુ પારસી સમાજની ખાનગી મિલકત છે અને 30 મે તથા 1 જૂને હાથ ધરાયેલી કાર્યવાહી ગેરકાયદેસર હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સર્વે નંબરોના એકત્રીકરણ બાદ ખાનગી પ્લોટ પર આવેલા મકાનો તોડી પાડવામાં આવ્યા અને ડિમાર્કેશનના નામે ગરીબોના આશિયાના ઉજાડી દેવાયા હતાં. સાયકલવાલાએ મનપા કમિશનરને સૂચિત સ્થળે 40 ફૂટનો રોડ બનાવી બતાવવાનો ખુલ્લો પડકાર આપ્યો હતો. તેમણે દાવો કર્યો કે સમગ્ર કાર્યવાહી રોડ માટે નહીં પરંતુ બિલ્ડરને લાભ પહોંચાડવા માટે કરવામાં આવી હતી અને તેમાં ભ્રષ્ટ અધિકારીઓ તથા બિલ્ડરની મિલીભગત છે. વધુમાં સૂચિત રોડ વિસ્તારમાં હજુ પણ કેટલાક મકાનો અને ઇરાની ટી સ્ટોલ યથાવત હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
