ઓમકારેશ્વર મહાદેવ ખાતે ઉચ્ચ નક્ષત્ર અન્વયે કેમ્પનું આયોજન
સૂવર્ણ પ્રાસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે આવેલ ઓમકારેશ્વર મહાદેવના મંદિર ખાતે આજરોજ પુષ્ય નક્ષત્ર અન્વયે સુવર્ણ પ્રાસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં બાળકોને સુવર્ણ પ્રાસન આપવામાં આવ્યું હતું.
આયુર્વેદમાં અલગ અલગ પ્રકારના સંસ્કારોનું વર્ણન જોવા મળે છે ત્યારે પુષ્ય નક્ષત્રમાં જન્મથી લઈને 16 વર્ષની ઉંમર સુધીના બાળકોના શારીરિક માનસિક તેમજ સર્વાંગી વિકાસ માટે સુવર્ણ પ્રાશન આપવાની હિમાયત અને આયુર્વેદના નિષ્ણાતો એ કરી છે ત્યારે આ દરરોજ આયુર્વેદના જાણીતા તબિયત દેવાંશી બા ગોહિલ દ્વારા શિવાજી સર્કલ પાસે આવેલ ઓમકારેશ્વર મહાદેવના મંદિર ખાતે પુષ્ય નક્ષત્ર નિમિત્તે બાળકોને સુવર્ણ પ્રાસન આપવાનો કેમ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકો સાથે પહોંચ્યા હતા અને અમૂલ્ય તથા ગુણકારી એવા સુવર્ણ પ્રાશના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ કેમ્પમાં આયુર્વેદના સંસ્કાર વિશે મહિલા તબીબે સુંદર માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
