સુરતના મહિધરપુરામાં જુગાર રમતા 5 જુગારી ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતના મહિધરપુરામાં જુગાર રમતા 5 જુગારી ઝડપાયા
પોલીસે દરોડો પાડી પાંચેયને ઝડપી પાડ્યા
દાવ પરના ₹5 હજાર સહિત ₹10 હજારથી વધુની રોકડ જપ્ત
પોલીસે રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી

સુરતની મહિધરપુરા પોલીસે જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરનાર અધધ કહેવાય તેટલા 5 હજાર સહિત 10 હજારથી વધુની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતમાં જુગાર અને દારૂની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા પોલીસ સતત દોરડા પાડી રહી છે ત્યારે સુરતની મહિધરપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે બેગમપુરા ખાતે દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા જુગારીઓ અશોક રાઉલ, ભરત મહેતા, નિખીલ વ્યાસ, ભદ્રેશ રાણા અને શૈલેષ રાણાને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના મળી 10 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *