સુરતના બમરોલી રોડ પર બે વ્યક્તિ ફસાયા

Featured Video Play Icon
Spread the love

સુરતના બમરોલી રોડ પર બે વ્યક્તિ ફસાયા
કોમલ સર્કલ પેટ્રોલ પંપ નજીક ગલીમાં આવેલી ઈમારતમાં ઘટના
ખાતા નંબર-111ની ત્રણ માળની ઈમારતમાં ફસાયા
બંને વ્યક્તિનું રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કઢાયા

સુરતના બમરોલી રોડ પર કોમલ સર્કલ પેટ્રોલ પંપ નજીક ગલીમાં આવેલા એક ખાતા નંબર 111 ત્રણ માળની ઈમારતમાં બે વ્યક્તિ ફસાઈ જતા તેઓનુ રેસ્ક્યુ કરાયુ હતું.

સુરતમાં બમરોલી રોડ પર કોમલ સર્કલ પેટ્રોલ પંપ  નજીક ગલીમાં આવેલા ખાતા નંબર 11માં ત્રણ માળની ઈમારતમાં બે લોકો ફસાયા હતાં. જે ઘટનાની જાણ થતાં જ મજુરા ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્રણ માળની ઈમારતની બહારની સાઈડ પર બે વ્યક્તિ ચઢી ગયેલા હતા. બંને વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ફાયર ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર જવાનોએ બારીના સળિયા કાપીને રસ્તો બનાવ્યો અને બંને વ્યક્તિને ઈમારતમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા. મજુરા ફાયર ટીમની સમયસરની કામગીરીથી બંને વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *