રાષ્ટ્રગીત વંદેમાતરમને 150 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી.
વિધાનસભાથી મુખ્યમંત્રીએ ઉજવણીનો પ્રારંભ કરાવ્યો
વંદે માતરમ એવો ક્રાંતિમંત્ર છે કે જેને બોલતા હૃદયનાં તાર રણઝણી ઉઠે
વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું અને સ્વદેશી અપનાવવાના સંકલ્પનું સામૂહિક પઠન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિ કરવામાં આવ્યું હતું.
વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રીએ વંદે માતરમ ગાનનો મહિમામંડિત કરતા હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે માતરમ ગાનને વિકાસનો રાજમાર્ગ, સંકલ્પિત રાષ્ટ્ર જીવનનો મહામાર્ગ અને આપણી આઝાદીનો ધબકાર ગણાવ્યો છે. ૧૮૭૫ માં લખાયેલા આપણા વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ ૭ મી નવેમ્બરે પૂર્ણ થયા છે તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં થઈ રહી છે. ૧૪૦ કરોડ ભારતવાસીઓમાં આ ઉજવણીથી રાષ્ટ્ર પ્રથમનો ભાવ ઉજાગર થયો છે. આ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા આનંદમઠ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું અને પહેલીવાર જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત ગાયું ત્યારે જ દેશના નાગરિકોને એક અદભુત રોમાંચક અનુભવ થયો હતો. વંદે માતરમ” માત્ર એક ગીત નથી, એ તો ભારતનાં આત્માનો નાદ અને દરેક ભારતીયના હૃદયમાં અનંત ઉર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવતા રાષ્ટ્રપ્રેમની પવિત્ર ધ્વનિ છે.
વંદે માતરમ એવો ક્રાંતિમંત્ર છે કે જેને બોલતા જ સૌ ભારતીયોના હૃદયનાં તાર રણઝણી ઉઠે છે અને માતૃભૂમિ પ્રત્યે વંદનનો ભાવ સમર્પણમાં પરિવર્તિત થાય છે. વંદે માતરમ એ રાષ્ટ્રીય ગીત તો છે જ પરંતુ પ્રેરણા ગીત પણ છે જેણે સ્વતંત્રતાના સંગ્રામથી લઈ આજ દિવસ સુધી સૌના હૃદયમાં એક આગવું સ્થાન બનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે માતરમ ગીતના શબ્દો ‘ત્વમ હી પ્રાણા શરીરે એટલે કે પ્રત્યેક શ્વાસે માં ભારતી માટે સમર્પિત રહિને એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીએ વંદે માતરમને ભારતની આન, બાન અને શાન ગણાવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વંદે માતરમ ગીતમાં માં ભારતીની જે કલ્પના કરવામાં આવી છે, તે સુજલામ-સુફલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ પગલાં લીધાં છે. તેમણે ગુજરાતમાં શરૂ કરાવેલી પંચામૃત શક્તિ, કન્યા કેળવણી, ગરીબ-વંચિતોનું કલ્યાણના પગલા કે સૌના વિકાસ અને સુખ-સમૃદ્ધિની ભાવના પણ વંદે માતરમમાં જ રહેલી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
