સુરત નજીક ખંભાતની ખાડીમાં આવેલ હજીરામાં અદાણી પોર્ટ

Featured Video Play Icon
Spread the love

સુરત નજીક ખંભાતની ખાડીમાં આવેલ હજીરામાં અદાણી પોર્ટ
વર્ષ 2012 માં શરુ થયેલ અદાણી પોર્ટ મલ્ટી-પ્રોડક્ટ કોમર્શિયલ પોર્ટ
અદાણી પોર્ટના ચીફ ઓપરેશન ઓફિસર પંકજ ઉકેએ આપી માહિતી

સુરત નજીક ખંભાતની ખાડીમાં આવેલ હજીરામાં અદાણી પોર્ટ છે, ભારતને યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્ય પૂર્વ સાથે જોડતું એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર છે. પોર્ટ પર પેનામેક્સ વેસલ્સ, લિક્વિડ ટેન્કર્સ અને કન્ટેનર શિપ્સને બર્થ કરવાની ક્ષમતા છે. પોર્ટ વિવિધ પ્રકારના માલસામાન જેમ કે ડ્રાય બલ્ક, બ્રેક-બલ્ક, પ્રોજેક્ટ કાર્ગો, લિક્વિડ્સ, કન્ટેનર્સ અને વાહનોને હેન્ડલ કરે છે

વર્ષ 2012 માં શરુ થયેલ સુરતનું હજીરા અદાણી પોર્ટ દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરિડોરની નજીક અને ઉત્તર, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારત સાથે મજબૂત મલ્ટીમોડલ કનેક્ટિવિટી ધરાવતો અદાણી પોર્ટ દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ઉદયમાન મલ્ટી-પ્રોડક્ટ કોમર્શિયલ પોર્ટ છે. ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ ‘INS સુરત’ ચોર્યાસી તાલુકાના હજીરા અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું. આધુનિક યુદ્ધ તકનીકોથી સજ્જ આ લડાયક જહાજનું હજીરા પોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. સુરતના અદાણી હજીરા પોર્ટ ખાતે દેશમાં પ્રથમ વખત કોમર્શિયલ પોર્ટ માટેના ભારતના પ્રથમ સ્ટીલ સ્લેગના ઉપયોગથી નિર્મિત 1.1 કિલોમીટર લંબાઈના ટુ લેન રોડ સેક્શનને નીતિ આયોગના સભ્ય ડો.વિજયકુમાર સારસ્વતના હસ્તે ખુલ્લો મૂકાયો હતો. ભારતના આ ત્રીજા સ્ટીલ સ્લેગ રોડનું અદાણી પોર્ટમાં નિર્માણ થયું છે. પરંતુ વૈશ્વિક સ્તરે કોઈ વાણિજ્યીક બંદરમાં બાંધવામાં આવ્યો હોય એવો આ પ્રથમ રસ્તો છે. અદાણી પોર્ટના ચીફ ઓપરેશન ઓફિસર પંકજ ઉકેએ વિગતવાર વધુ માહિતી આપી હતી

સુરતના હજીરા ખાતે આવેલ અદાણી પોર્ટ પાસે 6 મલ્ટીપર્પઝ બર્થ છે અને આધુનિક કાર્ગો હેન્ડલિંગ સાધનો જેમ કે ક્રેન્સ, પાઇપલાઇન્સ, કન્વેયર બેલ્ટ વગેરે ઉપલબ્ધ છે. પોર્ટ પાસે 14 મીટર પાણીની ઊંડાઈ છે, જે 1,50,000 ટન સુધીના જહાજોને હેન્ડલ કરવા માટે યોગ્ય છે. વિશિષ્ટ બર્થ્સ, ટગ્સ અને નિષ્ણાત માનવશક્તિ સાથે આધુનિક મેરાઇન ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે અને બંધ ગોડાઉન, EXIM યાર્ડ અને ખુલ્લું સ્ટોરેજ વિસ્તાર પણ છે તેમજ કન્ટેનર સ્ટોરેજ માટે પૂરતી જગ્યા સાથે 229 લિક્વિડ સ્ટોરેજ ટેન્ક્સ જેમાં કુલ 7.2 લાખ કિલોલિટર ક્ષમતા સાથે હજુ પણ વધુ વિસ્તરણ ચાલુ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *