વિશ્વના AI યુગમાં યુવાઓને ડેટા આધારિત નેતૃત્વ આપવા અનોખી પહેલ
IIM અમદાવાદે 2 વર્ષનો 20 લાખ ફી સાથેનો AI કોર્ષ લોન્ચ કર્યો
બ્લેન્ડેડ MBA પ્રોગ્રામ ઇન બિઝનેસ એનાલિટીક્સ એન્ડ AI લોન્ચ કર્યો
વિશ્વ જ્યારે ટેક્નોલોજી અને AI તરફ આગળ વધી રહ્યું છે ત્યારે બજારો હવે ડેટા આધારિત નિર્ણય કરી રહ્યા છે. ત્યારે યુવાઓ પણ એવી સ્કિલ ઈચ્છે છે કે જેઓ પ્રોડક્ટિવ, ઇન્ટેલિજન્ટ અને ગ્રોથ રેટિંગ ઓર્ગેનાઈઝેશન બનાવવામાં મદદ કરે અને તેને જ લઈને વિશ્વની જાણીતી સંસ્થા IIM અમદાવાદ દ્વારા બે વર્ષના બ્લેન્ડેડ એમબીએ પ્રોગ્રામ ઇન બિઝનેસ એનાલિટિક્સ અને એઆઈ લોન્ચ કરવામાં આવ્યો છે. બે વર્ષના પ્રોગ્રામમાં 90 વિદ્યાર્થીઓનો ઇન્ટેક રહેશે.
પહેલા ઇન્ટરનેટ એરા કહેવામાં આવતો હતો પરંતુ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો કહેવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વધતી માંગ અને બદલાતી ટેકનોલોજી યુવાઓ એક્સેપ્ટ કરે તે જરૂરી છે. ત્યારે વિશ્વની જરૂરિયાત છે કે યુવાઓ AI સમજે અને તેનો વધુમાં વધુ ઉપયોગ કરે. આગામી સમયમાં ઇન્ડસ્ટ્રીમાં તેની તાતી જરૂરિયાત ઊભી થનાર છે ત્યારે જ IIM અમદાવાદ દ્વારા આ કોર્સને શરૂ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની માંગ દિનપ્રતિદિન વધી રહી છે અને નીતનવા કોર્સ AI આધારિત આવી રહ્યા છે ત્યારે IIM અમદાવાદએ પણ AI આધારિત આ કોર્સ તૈયાર કર્યો છે. IIM એ પ્રકારના પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યો છે જેના થકી ડેટા, એઆઈ અને સાઉન્ડ મેનેજરિયલ જજમેન્ટ દ્વારા વિવિધ ક્ષેત્રોના પ્રશ્નોનો ઉકેલ લાવી શકે. પ્રોફેસર અનિંદ્ય ચક્રબર્તીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીએ કોઈપણ વિષયમાં માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% એકંદર ગુણ મેળવવા અનિવાર્ય છે. સાથે સાથે CAT, GMAT, GRE ટેસ્ટ પાસ કરેલ હોવી જોઈએ અથવા IIMની એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની રહેશે. વર્કિંગ પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકો માટે ત્રણ વર્ષના ગ્રેજ્યુએશન પછી ઓછામાં ઓછા ત્રણ વર્ષનો ફુલ ટાઇમ અનુભવ, અથવા ચાર વર્ષના ગ્રેજ્યુએશન પછી ઓછામાં ઓછા બે વર્ષનો ફુલ ટાઇમ અનુભવ જરૂરી છે. આ કોર્સમાં 3 મોડ્યુલ ઑફલાઇન જ્યારે અન્ય પ્રોગ્રામ ઓનલાઈન રહેશે. આ માટે વિદ્યાર્થીએ 20 લાખ ફી ભરવી પડશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
