માંડવી રિવરફ્રન્ટ ખાતે 12 મા વિશ્વ યોગા દિન ઉજવણી
તાલુકા વહીવટી તંત્ર સુરત દ્વારા વિશ્વ યોગા દિનની ઉજવણી
માંડવી નગરના સૂર્યપુત્રી તાપી નદી પટાંગણમાં આ રીવર ફ્રન્ટખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં વિશ્વ યોગા દિનની ઉજવણી કરવામાં આવી હતી.
માંડવી નગરના સૂર્યપુત્રી તાપી નદી પટાંગણમાં રીવર ફ્રન્ટખાતે યોજ દિવસની ઉજવણી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ હેઠળ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અંજલીબેન દ્વારા પ્રેક્ટીકલ યોગ તથા પ્રાણાયામ અને મેડીટેશન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ પારેખ, માંડવી પ્રાંત અધિકારી કૌશિકભાઇ જાદવ, મામલતદાર જયપ્રકાશ મિસ્ત્રી, ટીડીઓ રાજેન્દ્રસિંહ પરમાર, PI જયેશભાઈ વડવી, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, પાલિકા પ્રમુખ અમીશાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરીયા, કારોબારી અધ્યક્ષ સુનિલકુમાર રબારી તથા તમામ માંડવી તાલુકાના અધિકારીઓ તથા કર્મચારી ગણ સ્કૂલના બાળકો સિનિયર સિટીઝન તેમજ નગરજનો મળી કુલ 517 જેટલા લોકો એ યોગ શિબિર નો લાભ લીધો હતો
