સુરતમાં સણીયા-હેમાદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મનપાની કાર્યવાહીનો
ગેરકાયદે બાંધકામ દુર કરવા જતા પાલિકાની ટીમનો વિરોધ કરાયો
હાથમાં બેનર અને પોસ્ટર સાથે ઈન્ડસ્ટ્રીયાલીસ્ટોએ વિરોધ કર્યો
સુરત મહાનગર પાલિકાની ટીમ સણીયા હેમાદ ખાતે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દુર કરવા જતા પાલિકાની ટીમનો વિરોધ કરાયો હતો. હાથમાં બેનર અને પોસ્ટર સાથે ઈન્ડસ્ટ્રીયાલીસ્ટોએ વિરોધ કર્યો હતો.
સુરતના સણીયા-હેમાદ ખાતે ચાલતા ગેરકાયદે બાંધકામ દુર કરવા ગયેલી સુરત મહાનગર પાલિકાની ટીમનો ઈન્ડસ્ટ્રીયાલીસ્ટોએ વિરોધ કર્યો હતો. બાંધકામ તૈયાર થઈ ગયા વેપાર શરૂ થઈ ગયા અને હવે બંધ કરવા આવતા વિરોધ કર્યો હતો. સુરત મહાનગર પાલિકાના અધિકારી ખોટી રીતે હેરાન કરે છે તેવા આરોપ સાથે હાથમાં બેનર અને પોસ્ટર લઇ સૂત્રોચાર કરી વિરોધ કરાયો હતો. તો ઈન્ડસ્ટ્રીયાલિસ્ટોએ ભીની આંખે પોતાની વેદના ઠાલવી કહ્યુ હતુ કે અનેક લોકોએ લોન લઈ પોતાના ધંધા શરૂ કર્યા છે, ધંધો શરૂ ન થતા ઉદ્યોગકારો આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિમાં મુકાયા છે. અને મનપા દ્વારા હેરાન કરાતા ઘર ચલાવવું પણ અઘરું થઈ પડ્યું છે. અનેક ઉદ્યોગકારોએ ઘર અને જમીનના પરના રૂપિયા ધંધામાં લગાવ્યા ત્યારે આજુબાજુની સોસાયટી દ્વારા ખોટી રીતે અરજી કરાતી હોવાના આક્ષેપ કરાયા હતાં.
