સુરતની ઈચ્છાપોર પોલીસે 29 જુગારીઓને ઝડપ્યા
હોટલ સનસીટીમાં ચાલતા જુગારધામ પર દરોડા
લાખોની રોકડ, મોબાઈલ, વાહનો સહિત 24 લાખથી વધુનો મુદ્દામાલ
સુરતની ઈચ્છાપોર પોલીસે હોટલ સનસીટીમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી 29 જુગારીઓને ઝડપી પાડી લાખોની રોકડ, મોબાઈલ, વાહનો સહિત 24 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસે 15મી ઓગષ્ટ અને આવી રહેલ તહેવારોને લઈ પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધારી રહી છે ત્યારે સુરતમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબુદ કરવા અપાયેલી સુચનાને લઈ ઈચ્છાપોર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતે સમયે મળેલી બાતમીના આધારે ઈચ્છાપોર પોલીસે ઈચ્છાપોર ખાતે આવેલ હોટેલ સન સીટી માં દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા 29 જુગારીઓ જેમાં મહેશ ચૌધરી સહિતનાઓને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા 3 લાખ 20 હજાર, 30 મોબાઈલ, બે કાર, રીક્ષા, 11 બાઈક સહિત 24 લાખ 13 હજારથી વધુની મત્તા કબ્જે કરી તમામ જુગારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
