સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન અશ્લીલ નૃત્ય
ભગવાન શંકરનું પાત્ર અને મહિલા સાથે નૃત્ય
મામલો ગરમાતા આયોજકોએ માફી માંગી
શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ સુરતના ડિંડોલી વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલા એક કથિત અશ્લીલ નૃત્યને લઈને વિવાદ સર્જાયો હતો. ભગવાન શંકરનું પાત્ર અને મહિલા સાથે નૃત્ય કરાવાતા ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપો થયા બાદ મામલો ગરમાતા આયોજકોએ માફી માંગી હતી.
સુરતના ડિંડોલી વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલા નૃત્યનો વીડિયો સામે આવ્યા બાદ વિવાદ વકર્યો છે. શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ધાર્મિક કાર્યક્રમમાં ભગવાન શંકરનું પાત્ર અને મહિલા સાથે કરવામાં આવેલા નૃત્યને લઈને સનાતન ધર્મની લાગણી દુભાઈ હોવાના આક્ષેપો થયા હતાં. ઘટનાને લઈને શિવભક્તો અને ધર્મપ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.
સનાતન ધર્મનું અપમાન કોઈપણ સંજોગોમાં સહન નહીં કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. મામલો બિચકતા આયોજકો દ્વારા ધાર્મિક લાગણી દુભાઈ હોવા બદલ માફી માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
