વરતેજમાં પત્ની અને તેના પ્રેમીની ધમકીઓથી કંટાળી ફિનાઈલ પીધું
ફિનાઈલની ઝેરી અસર હેઠળ વકીલ સારવારમાં
ભાવનગરનાં વરતેજમાં રહેતા અને ની પ્રેક્ટિસ કરતા એક યુવાને તેની પત્ની અને તેના પ્રેમી દ્વારા છેલ્લા ઘણા સમયથી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હોય આ વાતથી વ્યથિત થઈને ફીનાઇલ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને પત્ની તથા તેના પ્રેમની વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર બનાવ અંગે વરતેજ ગામે રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા આરીફ ગફારભાઈ મહેતર એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેની પત્ની અમિષા ને સમીર શ્રીમાળી નામના શખ્સ સાથે છેલ્લા ચાર વર્ષથી અફેર હોય અને આ અનૈતિક સંબંધોની જાણ વકીલ આરીફને થતા નાજાયજ સંબંધ લઈને લાજવાને બદલે ગાજેલી પત્ની અમિષા એ પ્રેમી સમીર સાથે મળીને આરીફને સતત ધાક ધમકી આપી તેના માર્ગમાંથી હટી જવા માટે ધમકાવ્યો હતો અને સમીરે આરીફને પોતે કોઈપણ હિસાબે તેનો કાંટો કાઢી નાંખશે તેવી સતત ધમકીઓ આપી અને આરીફનો પીછો કરી શારીરિક માનસિક ત્રાસ આપતા આ ત્રાસથી કંટાળી જઈને આરીફ એ ફિનાઈલ ગટટાવી લેતા સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને આ અંગે તેની પત્ની અમિષા અને તેના પ્રેમી સમીર વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
