ચોરને બિહારથી સુરતની અલથાણ પોલીસે ઝડપી પાડ્યો
બિલ્ડરે કાઢી મુકેલા નોકરે ઘરમાંથી રિવોલ્વરની ચોરી કરી
50 હજારની રિવોલ્વર અને 16 જીવતા કારતુસની ચોરી
સુરતના વેસુ ખાતે રહેતા બિલ્ડરે કાઢી મુકેલા નોકરે ઘરમાંથી રિવોલ્વરની ચોરી કરી હતી જે ચોરને બિહારથી અલથાણ પોલીસે ઝડપી પાડ્યો હતો.
સુરતના વેસુ કેનાલ રોડ પર આવેલા સેલેસ્ટ્રીયલ ડ્રિમ્સમાં રહેતા બિલ્ડર અને હીરાના વ્યવસાયી મનુભાઇ માંગુકિયાના ઘરમાં નોકરી કરતા સગીરે નોકરી 8 હજાર ચોરી ગયો હતો. જેની જાણ થતા મનુભાઇએ તેને કાઢી મૂકતા ઘર છોડીને જતી વખતે તેણે મનુભાઇને 50 હજારની રિવોલ્વર અને 16 જીવતા કારતુસની ચોરી કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતા અલથાણ પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં સગીર તેના વતનમાં હોવાની જાણ થતા પોલીસની એક ટીમ બિહાર પહોંચી ગઇ હતી અને સગીરને પકડી લઇ તેની પાસેથી રિવોલ્વર અને 9 જીવતા કારતુસ કબજે લીધા હતાં. અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી હતી.
