સુરત મનપા દ્વારા પલ્સ પોલિયો અભિયાનનો શુભારંભ

Featured Video Play Icon
Spread the love

સુરત મનપા દ્વારા પલ્સ પોલિયો અભિયાનનો શુભારંભ
મેયર માયાબેન માવાણીના હસ્તે બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવાયા

સુરત મહાનગર પાલિકા દ્વારા પલ્સ પોલિયો અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સરથાણા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેયર માયાબેન માવાણીના હસ્તે બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી અભિયાનની શરૂઆત કરાઈ હતી.

ભારતને પોલિયો મુક્ત રાખવાના સંકલ્પ સાથે સુરત શહેરમાં પલ્સ પોલિયો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 22થી 25 નવેમ્બર દરમિયાન 0થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે. શહેરના 9 ઝોનમાં 81 ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પરથી અભિયાન હાથ ધરાયું છે. 3,851 ટીમો અને 583 સુપરવાઈઝર સહિત કુલ 8,285 કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે. સુરતવાસીઓને પોતાના બાળકોને પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવવા અપીલ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *