સુરતમાં મુંબઈથી ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મુંબઈથી ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ
આંતર રાજ્ય ડ્રગ્સનુ નેટવર્ક ચલાવનાર ડ્રગ્સ પેડલર ઝડપાયો
તૌકીર ઉર્ફે બિલ્લા ખાનને ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતમાં મુંબઈથી ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરનાર ડ્રગ્સ પેડલરને ઝડપી પાડી તેની પાસેથી ડ્રગ્સ મંગાવનાર એવા આંતર રાજ્ય ડ્રગ્સનુ નેટવર્ક ચલાવનાર ડ્રગ્સ પેડલરને પણ ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ગેરકાયદે માદક પ્રદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફીયાઓ તથા આવા ગુનાના વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા ઉપરી અધિકારીઓ દ્વારા અપાયેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે મિંઢોળા બ્રિજ તરફથી કપ્લેટા ચેક પોસ્ટની વચ્ચે જાહેર રોડ પરથી એમડી ડ્રગ્સનો જથ્થો સુરતમાં ઘુસાડવાનો પ્રયાસ કરનાર મુળ યુપીનો અને હાલ ઉન પાટીયા ખાતે ગોલ્ડન આવાસમાં રહેતા તૌકીર ઉર્ફે બિલ્લા ખાનને ઝડપી પાડી તેની પાસેથી 1.61 લાખનો એમડી ડ્રગ્સ સહિત 1.71 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

એમડી ડ્રગ્સ મંગાવનાર મુળ યુપીનો અને હાલ અલીફ નગર ખાતે રહેતા યાસીન શેખ લાજપોર ગામ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો. તો ઝડપાયેલો આરોપી યાસીન શેખ આંતર રાજ્ય ડ્રગ્સનુ નેટવર્ક ચલાવતો હોવાની કબુલાત કરતા ક્રાઈમ બ્રાન્ચે બન્નેને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *