સુરત:અડાજણમાં એટીએમ ફ્રોડ કરતી ટોળકીનો પર્દાફાશ

Featured Video Play Icon
Spread the love

સુરત:અડાજણમાં એટીએમ ફ્રોડ કરતી ટોળકીનો પર્દાફાશ
મદદના બહાને એટીએમ કાર્ડ બદલી પૈસા ઉપાડતા બે રીઢા ઝડપાયા
અડાજણ પોલીસે મુદ્દામાલ સાથે બંને આરોપીઓને ઝડપી પાડ્યા

એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવામાં મદદ કરવાનુ કહી એટીએમ કાર્ડ બદલી નાંખી પૈસા ઉપાડી લેતી ટોળકીના બે રીઢાઓને અડાજણ પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતમાં એટીએમ સેન્ટરોમાં રૂપિયા ઉપાડવા જતા લોકોને સમજ ન પડતા તેઓને મદદ કરવાનુ કહી ઠગાઈ આચરતી ટોળકીનો આતંક વધતા સુરતની અડાજણ પોલીસ તપાસમાં જોડાઈ હતી ત્યારે અડાજણ પોલીસની સર્વેલન્સ સ્ટાફની ટીમને મળેલી બાતમી તથા સીસીટીવી સહિતની તપાસ કરી અડાજણ પોલીસે એટીએમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવામાં મદદ કરવાનુ કહી એટીએમ કાર્ડ ધારકની નજર ચુકવી એટીએમ કાર્ડ બદલી નાંખી તેના આધારે રૂપિયા ઉપાડી લઈ ઠગાઈ આચરતી ટોળકીના બે રીઢાઓ અંકિત ઉર્ફે લલ્લા ઉદયબહાદુર યાદવ અને વિકાસ રામચંદ્ર ગુપ્તાને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *