બારડોલી નગરપાલિકાની કડક કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

બારડોલી નગરપાલિકાની કડક કાર્યવાહી
પાણીનો વ્યય કરતા તત્વો પાસેથી દંડ વસૂલાયો

બારડોલી નગરપાલિકા દ્વારા શહેરમાં પાણીનો બગાડ અટકાવવા માટે રવિવારે વહેલી સવારે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પાલિકાના ચીફ ઓફિસર પોતે આરોગ્ય વિભાગની ટીમ સાથે મેદાનમાં ઉતર્યા હતા અને શહેરના રહેણાંક વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

કામગીરી અંતર્ગત ચીફ ઓફિસર અને તેમની ટીમે વહેલી સવારે અભિરામ નગર સોસાયટી તેમજ ભુવનેશ્વરી સોસાયટીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અનેક ઘરોમાં પાઈપ વાટે જાહેરમાં પાણીનો વ્યય થતો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા સ્થળ પર જ તપાસ કરી, પાણીનો વેડફાટ કરતા ઇસમો સામે લાલ આંખ કરવામાં આવી હતી અને કાયદેસરનો દંડ વસૂલવામાં આવ્યો હતો. પાલિકાની આ ઓચિંતી કાર્યવાહીથી સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ચીફ ઓફિસરે આ તબક્કે જણાવ્યું હતું કે, પીવાના પાણીનો ઉપયોગ વાહનો ધોવા કે રસ્તા સાફ કરવા માટે કરવો તે ગુનો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે અને જો કોઈ નાગરિક વારંવાર પાણીનો બગાડ કરતો ઝડપાશે તો તેનું નળ કનેક્શન કાપવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રએ તમામ નગરજનોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને જળ સંચયમાં સહકાર આપવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *