ભાવનગરમાં કોંગ્રેસ વોર્ડ પ્રમુખ અને હારિ ગયેલ ઉમેદવાર ઉપર હુમલો
ફોરવીહલ દ્વારા મરમારવાનો 2 વિહીલ ચાલકના આક્ષેપ
4 અજાણીયા સકશો અને એક મહિલા દ્વારા માર મારવામાં આવ્યો
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ શ્રમજીવી સોસાયટીમાં ઘોઘા સર્કલ વોર્ડના કોંગ્રેસના વોર્ડ પ્રમુખ તથા તેની માતા પર મહિલા સહિત ચાર વ્યક્તિઓએ હુમલો કરી મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર અર્થે સર ર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ નિલેશ ભૂપતભાઇ ઢાપા તથા કોંગ્રેસ પક્ષમાંથી ગત ચૂંટણીમાં ઘોઘા સર્કલ વોર્ડમાંથી ચૂંટણી લડનાર તેની માતા ગીતાબેન કલેક્ટર કચેરી ખાતે ચૂંટણીનો હિસાબ, સાહિત્ય આપી પરત બાઈક પર તેના ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે નિલેશના ઘર પાસે કારને સાઈડ આપવા બાબતે ઝઘડો થતાં ૩ શખ્સો અને એક મહિલા એ નિલેશ તથા તેની માતા ગીતાબેન સાથે ઝઘડો કરી પાઇપ વડે હુમલો કરી માતા, પુત્ર ને ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ જતા ઈજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે નિલેશ એ હુમલાખોરો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.
